ગુજરાત માટે આજે રાજકીય રીત મોટી દિવસ છે. આજે ગુજરાતની રાજનીતિમાં મોટો બદલાવ જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના નવા મંત્રી મંડળની રચના થઈ રહી છે. ભાજપના લાંબા સમયના સાથીદાર અને સામાજિક કાર્યકર ઇશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું. આજે ઇશ્વરસિંહ 17 ઓક્ટોબરે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 11.30 કલાકે શપથ લેશે.


રાજકીય સફર ઇશ્વરસિંહ પટેલ

1990 - 1995, ભારતીય જનતા પાર્ટી , ભરૂચ જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરી. 2002 - 2007 સુધી તેઓ અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તાર માટે વિધાનસભાના બીજા કાર્યકાળના સભ્ય રહ્યા. 2007 થી 2012, 2012 થી 2017, 2017 થી 2022 સુધી અંકલેશ્વરથી ત્રીજી ટર્મના ધારાસભ્ય તરીકે કામગીરી કરી. જયારે 2017 થી 2022 સુધી પરિવહન, સહકાર (સ્વતંત્ર હવાલો), રમતગમત (સ્વતંત્ર હવાલો), યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો) મંત્રાલયના રાજ્ય મંત્રી રહ્યા.

ઇશ્વરસિંહ પટેલ, કૌટુંબિક પરિચય

ભાજપ સાથે ઘરોબો ધરાવનાર ઇશ્વરસિંહ અંકલેશ્વરના ધારાસભ્ય છે. તેમના પત્ની વર્ષાબેન ઇશ્વરસિંહ છે. ઠાકોરસિંહ ખુમાનસિંહજી પટેલના ઘરે 25 જૂન 1965માં ઇશ્વરસિંહનો જન્મ થયો. ઇશ્વરસિંહ મૂળ ખેડૂત છે અને તેમણે સામાજિક કાર્યકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકારણમાં ઇશ્વરસિંહ પટેલ સાહેબના હુલામણા નામથી જાણીતા છે.

  • Follow us on: