ગુજરાત મંત્રીમંડળને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી મંત્રીમંડળમાં રિપીટ થનાર ધારાસભ્યોને કોલ આવ્યા છે પણ નવા ચહેરાઓને હજું કોઇ કોલ આવ્યા ના હોવાનું જાણવા મળે છે


સંગઠન તરફથી કોઇ ફોન ના આવતા ઉત્સુક્તા

સવારે 8 વાગ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારમાં જે મંત્રીઓ હતા તેમને કોલ કરીને તૈયાર થઇ જવા જણાવાયું હતું પણ ત્યારબાદ અન્ય કોઇ ધારાસભ્યોને સંગઠન તરફથી કોઇ ફોન ના આવતા ઉત્સુક્તા જોવા મળી રહી છે.

કોઇ ધારાસભ્યોને સંગઠનનો કોલ નથી આવ્યો

હજુ સુધી કોઇ ધારાસભ્યોને સંગઠનનો કોલ નથી આવ્યો અને તેથી મંત્રી પદ માટે ધારાસભ્યોમાં ઉત્સુકતા વધી ગઇ છે. મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર ધારાસભ્યોને પણ કોલ આવ્યો નથી.

 મુખ્યમંત્રી થોડીવારમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરશે

બીજી તરફ મુખ્યમંત્રી થોડીવારમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને મુલાકાત બાદ નામોની યાદી જાહેરાત થઇ શકે છે.

સ્ટેજ પર 28 ખુરશીઓ મુકાઇ

શપથ સમારોહના સ્ટેજ પર 28 ખુરશીઓ મુકાઇ છે. CM અને રાજ્યપાલ સિવાય સ્ટેજ પર 28 ખુરશીઓ જોવા મળી રહી છે જેથી મનાઇ રહ્યું છે કે 28 મંત્રી હશે 


નવા મંત્રીઓના નામ રાજ્યપાલને સોંપ્યા

બીજી તરફ સમાચાર આવ્યા છે કે મુખ્યમંત્રીએ રાજ્યપાલને સાથે મુલાકાત કરી છે અને નવા મંત્રીઓના નામ રાજ્યપાલને સોંપ્યા છે. નવા મંત્રીઓ CM સાથે મુલાકાત કરશે. તેઓ થોડીવારમાં CM નિવાસસ્થાને મુલાકાત કરશે. મુલાકાત બાદ શપથવિધિ સમારોહમાં જશે

  • Follow us on: