આજે સવારે 11.30 વાગે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે ત્યારે મંત્રી પદ મેળવવા માટે ઇચ્છુક ધારાસભ્યોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે કે તેમનો નંબર આવશે કે કેમ. ગુરુવારે આખી રાત ધારાસભ્યો હમણા ફોન આવશે તેમ માનીને જાગ્યા હતા પણ કોઇને ફોન આવ્યો ન હતો.


ઉત્સુક ધારાસભ્યોને ગુરુવારનો ઉજાગરો માથે પડ્યો

મંત્રી પદના ઉત્સુક ધારાસભ્યોને ગુરુવારનો ઉજાગરો માથે પડ્યો હતો. ફોન આવવાની આશા એ અનેક ધારાસભ્યો આખી રાત જાગ્યા હતા પણ વહેલી સવાર સુધી એક પણ ધારાસભ્યને ફોન આવ્યા નથી.

આજે સવારે 8 વાગ્યા બાદ સંગઠનમાંથી ધારાસભ્યોને ફોન કરવામાં આવશે

મનાઇ રહ્યું છે કે આજે સવારે 8 વાગ્યા બાદ સંગઠનમાંથી ધારાસભ્યોને ફોન કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકર ફોન કરશે અને ફોનમાં મંત્રી પદના શપથ લેવા અંગે જ જાણકારી અપાશે

શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ

બીજી તરફ શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય મંચને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંચની ડાબી તરફ સાધુ સંતો અને આમંત્રિતો માટે સ્ટેજ અલગ રાખવામાં આવ્યું છે. શપથ વિધિ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ થાય તેવી સંભાવના છે.

10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાવવામાં આવી

એક સાથે 10 મંત્રીઓ શપથ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાવવામાં આવી છે. પૂર્ણ કદનું 27 સભ્ય સાથેનું મંત્રીમંડળ બની શકે તેવી સંભાવના છે. મુખ્ય મંચ પર વચ્ચે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બેસશે અને રાજ્યપાલની બંને તરફ પદનામિત મંત્રીઓની બે હરોળમાં બેઠક વ્યવસ્થા રહેશે

શપથ વિધિ પહેલા અલગ અંદાજમાં ધારાસભ્યો જોવા મળ્યા

શપથ વિધિ પહેલા અલગ અંદાજમાં ધારાસભ્યો જોવા મળ્યા. કોઈએ સવાર સવારમાં મોર્નિંગ વોક તો કોઈ કીડીઓને ગાંઠીયા ખવડાવ્યા હતા. મોર્નિંગ વોક કરી રહેલા સંજય કોરડીયાએ કહ્યું કે હજી સુધી કોઈ કોલ આવ્યો નથી.. આવશે તો તમને જાણ થઈ જશે. જૂનાગઢમાંથી કોઈને સ્થાન મળવું જોઈએ કે નહિ તે મુદ્દે તેમણે કહ્યું કે પાર્ટીનો વિષય છે પાર્ટી નાં ધ્યાનમાં બધી વાત હોય છે . ગોપાલ ઇટાલિયા રાજકીય આક્ષેપો ને લઈને નિવેદન આપતાં તેમણે કહ્યું કે પાર્ટી બધું જોતી હોય છે. આ બધા વિષય જોઈ પાર્ટી નિર્ણય કરતી હોય છે

કોઈ પણ સમાજ ને મળે પણ જિલ્લામાંથી કોઈ એક ને સ્થાન મળવું જોઈએ.

કરંજ વિધાનસભા પ્રવીણ ઘોઘારીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે રાત્રે ફોન આવતો હોય છે પણ હજુ સુધી ફોન આવ્યો નથી.હવે ફોન આવશે, તો બીજી તરફ પ્રદ્યુમન સિંહ જાડેજાએ માંગ કરી કે કચ્છમાંથી કોઈ ને પણ મંત્રી બનાવવામાં આવે. અમારા કચ્છમાંથી કોઈ ને સ્થાન મળવું જોઈએ. કોઈ પણ સમાજ ને મળે પણ જિલ્લામાંથી કોઈ એક ને સ્થાન મળવું જોઈએ. તમામ જિલ્લા પંચાયત વિધાનસભા અમારા પાસે છે તો અમને સ્થાન મળવું જોઈએ

  • Follow us on: