તાપી જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'નારી શક્તિ વંદન બિલ' મુદ્દે વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ, સપા (સમાજવાદી પાર્ટી) સહિતના પક્ષોને આડેહાથ લેતા પરિવારવાદના મુદ્દે ઘેર્યા હતા અને દેશની સામાન્ય મહિલાઓના અધિકારો માટે સવાલો ઉઠાવ્યા હતા.

પરિવારવાદ પર નિશાન

હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં સીધો સવાલ કરતા જણાવ્યું હતું કે, "જો પ્રિયંકા ગાંધી સાંસદ બની શકતા હોય અને ડિમ્પલ યાદવ સાંસદ બની શકતા હોય, તો દેશની સામાન્ય નારી કેમ નહીં? શું દેશની દીકરીઓ કે ગામ-શહેરની નારી સંસદમાં ભાગ લેવા માટે સાંસદ ન બની શકે?" તેમણે ઉમેર્યું હતું કે આજે દેશની દરેક નારી વિપક્ષને સવાલ કરી રહી છે કે તેમને પ્રતિનિધિત્વ આપવામાં કેમ પાછળ રાખવામાં આવે છે.

વિપક્ષને ખુલ્લી ચેતવણી

ગૃહ રાજ્યમંત્રીએ આક્રમક મૂડમાં વિપક્ષી નેતાઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જનતાના સવાલોના જવાબ આપો, અને જો જવાબ આપવાની હિંમત ન હોય તો આગામી સમયમાં જનતા પાસે વોટ માંગવા આવતા નહીં." નારી શક્તિ વંદન બિલ મહિલાઓને રાજકારણમાં સમાન હક અપાવવાની દિશામાં ઐતિહાસિક કદમ હોવાનું જણાવી તેમણે ભાજપ સરકારની મહિલા સશક્તિકરણની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.


આ પણ વાંચો---    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ