ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન થયું છે. માવઠાને કારણે કચ્છના ભુજ તાલુકામાં આહીરપટ્ટી વિસ્તારમાં એરંડાના પાકમાં નુકસાન થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ભુજ તાલુકાના આહીરપટ્ટી વિસ્તારમાં ખેડૂતો મુખ્યત્વે એરંડાની ખેતી કરે છે. કચ્છ જિલ્લામાં સતત બે દિવસ સુધી પડેલા કમોસમી વરસાદે ખેતીમાં ભારે નુકશાન પહોંચાડ્યું છે.


ખેડૂતોની સહાય ચૂકવવાની માંગ

એરંડાનો પાક તૈયાર થઈ ખેતરમાં પડ્યો હતો તે સમયે જ માવઠાનો માર પડતા ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર એરંડાના પાક પર વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માવઠાના કારણે માત્ર એરંડા જ નહીં પરંતુ બાગાયત અને અન્ય પાકોમાં પણ નુકશાન થયું છે..ખેડૂતો હવે તંત્ર સમક્ષ સત્વરે નુકશાનનું સર્વે હાથ ધરવા અને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

ઉનાળો આકરો બને તેવું લાગી રહ્યું છે.

કચ્છના રૂદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવાની જાહેરાતો અનેક વખત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. જો ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે અને આસપાસના ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે એમ છે. હાલમાં ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ ખાલી થઈ ગયો છે. હવે ડેમને નર્મદા નીરથી ભરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ Kachchh News: ઉનાળમાં જિલ્લાનો રુદ્રમાતા ડેમ ખાલી ખમ, સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ વિકટ બની શકે


  • Follow us on: