આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ નદી નાળાની ગંદકી દૂર કરવા સૂચના આપી છે. તેમણે રાહુલ ગાંધીના ટ્વિટ મામલે કહ્યું હતું કે, કોંગ્રેસને આરોપો સિવાય કંઈ જ આવડતું નથી. બિહારમાં પણ ધોબી પછડાટ મળી છે.
4.91 લાખ ખેડૂતોને 1100 કરોડ સહાય પેટે ચૂકવવામાં આવ્યા
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ નદી નાળા અને ડ્રેનેજ, પાણી સહિતની બાબતો પર કામ કરવાની સૂચના આપી છે. પર્યાવરણ મુદ્દે કેબિનેટની બેઠકમાં ચિંતા વ્યક્ત કરાઈ છે. ભવિષ્યની સ્થિતિ અંગે અત્યારથી કામે લાગવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, માવઠાની સહાય મુદ્દે 29 લાખ અરજીઓ આવી છે. 4.91 લાખ ખેડૂતોને 1100 કરોડ સહાય પેટે ચૂકવવામાં આવ્યા છે.કુંડથલ બ્રિજ તોડવા પર પંચાયતને નોટીસ આપવામાં આવી છે. ખાતરની અછતનો મુદ્દો પણ અમારા ધ્યાને આવ્યો છે.













