રાજકોટના જસદણમાં સરકારે જાહેર કરેલી સહાયને લઇને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. મામલતદાર કચેરીમાં સર્વર બંધ રહેતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી છે.
જસદણ મામલતદાર ઓફિસ ખાતે પોતાના સાતબારનો ઉતારો કાઢવા માટે પહોંચ્યા ત્યાં સર્વર જ બંધ જોવા મળ્યું
સરકાર દ્વારા ખેડૂત અને સહાય પેકેજને લઈને મોટી જાહેરાત કરી હતી. સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને ખેડૂતો આ માટે ફોર્મ ભરવાના હતા. ખેડૂતો જ્યારે જસદણ મામલતદાર ઓફિસ ખાતે પોતાના સાતબારનો ઉતારો કાઢવા માટે પહોંચ્યા ત્યાં સર્વર જ બંધ જોવા મળ્યું હતું.













