શંકાસ્પદ રીતે ગેરલાભ લેતા રેશનકાર્ડ ધારકોની ચકાસણી કરવામાં આવી છે અને 1 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો કિશનનિધિ સહાય લેનારા 1.2 લાખ રેશનકાર્ડ ધારકોમાંથી 75 ટકાની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે, કેટલાક લાભાર્થીઓ 25 લાખથી વધુ GST ટર્ન ઓવરવાળા છે.


રાજકોટના 1.02 લાખ શ્રીમંત રેશનકાર્ડ ધારકોમાંથી 75 ટકાની ચકાસણી પૂર્ણ

નેશનલ ફૂડ સિક્યુરીટી એકટ(NFSA) હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા આપવામાં આવતા મફત અનાજમાં રાજકોટ શહેરના ૧૯ હજાર સહિત જિલ્લાના ૧,૦૨,૪૬૮ શંકાસ્પદ શ્રીમંત લોકો સરકારી અનાજ લેતા હોવાના સરકારના રિપોર્ટ બાદ શરૂ કરવામાં આવેલી ચકાસણીની કામગીરી ૭૫ ટકા પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન ૫,૦૦૦થી વધુ રેશનકાર્ડ ધારકોના લાભ બંધ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બે મહિના પહેલા કેન્દ્ર સરકારે ગુજરાતને 55 લાખ જેટલા રેશનકાર્ડ ધારોકોનું લીસ્ટ સોંપવામાં આવ્યું હતું

તેના આધારે ગુજરાત સરકારે તમામ જિલ્લા પુરવઠા અધિકારીને યાદી સોંપી ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. સરકારે આપેલી યાદી મુજબ રાજકોટ શહેર-જિલ્લામાં ૧,૦૨,૪૬૮ લોકો પી.એમ.કિશાન સન્માનનીધીમાં સહાય લઈ રહ્યા છે. સાથોસાથ આ લાભાર્થીઓ પાસે પાંચ વિધાથી વધુ જમીન અને ઈન્કમટેક્ષમાં ૬ લાખથી વધુના રિટર્ન ફાઈલ કરે છે જ્યારે અમુક લાભાર્થીઓ જીએસટી વિભાગમાં ૨૫ લાખથી વધુનું ટર્ન ઓવર ધરાવતા હોવાનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો.

SIRની કામગીરી આવી પડતા કર્મચારીઓ તેમાં જોડાતા ચકાસણીની કામગીરી હાલ પડતી મુકવામાં આવી

પૂરવઠા વિભાગે આ યાદીના આધારે ચકાસણી કરી હતી તેમાં રાજકોટ જિલ્લામાં સરકારનું મફત અનાજ ૧,૬૮,૧૧૫ લોકો મેળવતા હોવાની વિગત પ્રકાશમાં આવી છે. આ તમામ લોકોને મામલતદાર કક્ષાએથી નોટિસ ફટકારવામાં આવી હતી. અત્યાર સુધીમાં વિછીયા તાલુકામાં આ કામગીરી પુર્ણતાના આરે છે. જ્યારે કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, પડધરી તાલુકામાં સરેરાશ ૫૦ ટકા કામગીરી બાકી છે. આ કામગીરી પુરી થાય ત્યાં SIRની કામગીરી આવી પડતા કર્મચારીઓ તેમાં જોડાતા ચકાસણીની કામગીરી હાલ પડતી મુકવામાં આવી છે.

  • Follow us on: