રાજકોટ અને પોરબંદર વચ્ચે મુસાફરોની સુવિધા માટે બે નવી ટ્રેનોને લીલીઝંડી આપવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદો અને ધારાસભ્યો સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી રાજકોટ અને પોરબંદર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરોને મોટો લાભ થશે. આ ટ્રેનથી રાજકોટથી પોરબંદર સુધીની મુસાફરી માટે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ બની છે.


કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રહ્યા હાજર

આ ટ્રેનમાં મુસાફરોને માત્ર રૂ.45ના નજીવા દરે મુસાફરી કરવાની સુવિધા મળશે. જે સામાન્ય મુસાફરો માટે ખૂબ જ રાહતરૂપ છે. કેન્દ્રીય મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા આ ટ્રેનને લીલીઝંડી આપીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ટ્રેનના લોકાર્પણ ઉપરાંત બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે આવી રહેલા પરિણામોમાં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)નું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ રહ્યા હાજર

મનસુખ માંડવિયાએ પૂર્ણ આશા વ્યક્ત કરી હતી કે બિહારમાં NDAને એકતૃતિયાંશ બહુમતી મળશે અને રાજ્યમાં એક મજબૂત સરકાર બનશે. આમ એક જ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના લોકોને રેલવેની નવી ભેટ મળી હતી અને સાથે જ રાષ્ટ્રીય રાજકારણના મહત્વના પરિણામો અંગે કેન્દ્રીય નેતાનું નિવેદન પણ સાંભળવા મળ્યું હતું.


  • Follow us on: