રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની મોટી આવક નોંધાઈ છે. યાર્ડમાં અત્યાર સુધી 90 હજાર મણ નવા ઘઉંની આવક નોંધાઈ છે.ઘઉં ટુકડાનો ભાવ પ્રતિ મણ રૂ. 425 થી 500 સુધી નોંધાયો છે. બેડી યાર્ડમાં ધાણાની આવક પણ સારી રહી છે. જ્યાં કુલ 93 હજાર મણ ધાણાની આવક આ યાર્ડમાં નોંધાઈ છે. બીજી તરફ કપાસની આવકમાં પણ વધારો નોંધાયો છે.

4700 મણ કપાસની આવક થવા પામી

રાજકોટના બેડી યાર્ડમાં 4700 મણ કપાસની આવક થવા પામી છે. આ ઉપરાંત આગામી 15મી માર્ચથી બેડી યાર્ડમાં ઘઉં, ચણા, ધાણા અને મરચાંની ખરીદી શરૂ થશે. ખેડૂતો પોતાની જણસને લઈને વેચાણ માટે યાર્ડમાં આવશે જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. કેટલાક ખેડૂતોને કહેવું છે કે, આ વખતે ઘઉંની જણસના ભાવ મળ્યા છે પણ જે ભાવ હોવા જોઈએ તેવા નથી મળ્યા.

પાકની આવક સારી હોવાનું અનુમાન

રાજકોટના બેડી યાર્ડના આગેવાનોએ ખેડૂતોની જણસને સારી રીતે ખરીદી શકાય તે માટે માર્કેટ યાર્ડમાં સરળ અને પાર દર્શક વેચાણ વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ખેડૂતોને તેમની જણસનો યોગ્ય ભાવ મળે તેવી પણ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે ઘઉં અને ધાણા સહિત અન્ય પાકની આવક સારી હોવાનું અનુમાન છે અને આથી ખેડૂતો અને વેપારીઓ બંને માટે આશાવાદ છે.

આ પણ વાંચોઃ Gir Somnath News: રાજ્ય રજિસ્ટ્રારે બેન્ક બોર્ડનો નિર્ણય ફગાવ્યો, ચિરાગ કારીયાને દૂર કરવાનો આદેશ રદ્દ