ધી વેરાવળ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લી. વ્યવસ્થાપક સમિતિએ ડિરેક્ટર ચિરાગભાઈ કારિયાને ડિરેક્ટરપદે થી દૂર કર્યા હતા. જે અંગે તેમણે રાજ્ય રજિસ્ટ્રાર સહકારી મંડળીને રજૂઆત કરી હતી. સહકારી મંડળી રજિસ્ટ્રાર દ્વારા નિર્ણય તથા કાર્યવાહી રદ કરવા જણાવ્યું છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન મેળવી પોઝિટિવ રીતે વિચારી બેન્ક દ્વારા નિર્ણય લેવાશે તેમ બેંકના ચેરમેન પ્રકાશભાઈ તન્નાએ જણાવ્યું હતું. ચિરાગ કાલરિયાએ કહ્યું હતું કે, આખરે સત્યનો જ વિજય થયો છે.
બેન્કની અનિયમિતતા સામે કારીયાએ અવાજ ઉઠાવ્યો
સહકારી મંડળી રજિસ્ટ્રાર દ્વારા ચિરાગભાઈની રજૂઆતના પગલે અહેવાલ બેન્ક પાસેથી મંગાવ્યો હતો. જેમાં બેંકે ૩૦/૦૬/૨૦૨૫ ના ઠરાવથી ચીરાગ કારિયાને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો તથા બેંકના પેટાનિયમ-૩૨(૨) મુજબ તા.૦૭/૦૮/૨૦૨૫ ની સાધારણ સભામાં ઠરાવને બહાલી આપેલ હોઈ, સાધારણ સભાને પહોંચતી સત્તાને આધારે ડિરેક્ટર પદેથી દૂર કરવાનો નિર્ણય લીધેલ હોવાનું જણાવેલ હતું. બેંક દ્વારા સંદર્ભ ક્રમાંક ૪ થી જણાવ્યા અનુસાર ૬ સભ્યોની સમિતિના અહેવાલના આધારે બેંકની વ્યવસ્થાપક સમિતિના જે યોગ્ય હોવાનું જણાવેલ છે.સહકારી મંડળી રજિસ્ટ્રાર દ્વારા એક પત્ર ચેરમેન, એમ ડી.ને આપતા જણાવેલ છે કે બેંક ના પેટાનિયમ ૩૨(૨) માં સાધારણ સભામાં બહુમતીથી પૂરતા કારણોને લીધે તેને દૂર કરવામાં આવે તો ડિરેક્ટર તરીકે રદબાતલ થયેલ ગણાશે તેવી જોગવાઈ છે.













