AMTS, BRTS સ્ટેશન પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ORSની પણ અલગથી વ્યવસ્થા કરાશે જેમાં હોસ્પિટલોમાં અલાયદી વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવી છે, AMC દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અમદાવાદમાં વધતી જતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
શહેરીજનોને ગરમીથી રાહત મળે તે માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે
મ્યુનિ. દ્વારા એનજીઓ અને બિલ્ડર્સના સહયોગથી શહેરમાં ૩૫૦થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓમાં દર દોઢ કલાકે “વોટર બેલ' રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આંગણવાડીઓમાં ઓઆરએસ પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમજ તમામ એએમટીએસ બસ સ્ટેન્ડ અને બીઆરટીએસ ડેપો પર પીવાના પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રમિકોને બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ નહી કરવા સૂચના
શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઈટો પર જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે નહીં. ઈજનેર વિભાગ દ્વારા અનિવાર્ય સંજોગો સિવાય તમામ સાઈટો પર આ સમયગાળા દરમિયાન કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવશે. ગરમીથી રાહત મળે તે માટે શહેરના તમામ મ્યુનિસિપલ બગીચાઓ સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.
ગરમીના સમયે શું કરવું
તરસ ન લાગી હોય તો પણ પુરતું પાણી પીવું હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા બહાર નીકળતી વખતે ચશ્મા, છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી અથવા ORSનું સેવન કરવું.
ગરમીના સમયે શું ન કરવું
1 બપોરે ૧૨ થી ૪ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવુ વધુ પડતી ગરમીમાં ભારે શારીરિક કામકાજ ન કરવું ચા, કોફી અને કાર્બોનેટેડ પીણાં જેવા ડિહાઇડ્રેશન વધારતા પદાર્થોનું સેવન ન કરવું વાસી ખોરાક અથવા વધુ પ્રોટીનવાળો ખોરાક લેવાનું ટાળવું નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી.
આ પણ વાંચો : Surat News : સુરતમાં લોન-જોબ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણી જેલ હવાલે, આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલાયો