India Art Fair: અમદાવાદમાં આધુનિક અને સમકાલીન આર્ટ તથા ડિઝાઇનને પ્રોત્સાહન આપવા માટે IAF EDI+IONS અમદાવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમદાવાદની 4 ગેલેરી સહિત કુલ 18 સહભાગીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં દેશભરના કલાકારો, ગેલેરીઓ, ડિઝાઇનર્સ અને કલાપ્રેમીઓને એકસાથે લાવવામાં આવશે. IAF EDI+IONS અમદાવાદનું મુખ્ય પ્રદર્શન 19 અને 20 સપ્ટેમ્બર 2026ના રોજ ધ બેરોનેટ હાઉસ, અમદાવાદ ખાતે યોજાશે. જ્યારે ઈન્ડિયા આર્ટ ફેરની 18મી આવૃત્તિ 4થી 7 ફેબ્રુઆરી 2027 NSIC ગ્રાઉન્ડ્સ, નવી દિલ્હી ખાતે યોજાશે.

18 સપ્ટેમ્બરથી શહેરમાં વિવિધ કાર્યક્રમો

આ શહેરવ્યાપી કાર્યક્રમની શરૂઆત 18 સપ્ટેમ્બર 2026થી થશે. તેમાં માત્ર આર્ટ પ્રદર્શન જ નહીં, પરંતુ ગેલેરી વૉકથ્રુ, આર્ટિસ્ટ ઓપન સ્ટુડિયો, વિવિધ પ્રદર્શનો, સંગીત કાર્યક્રમો, સંવાદો અને સાંસ્કૃતિક પરિસંવાદો પણ યોજાશે. આ આયોજનમાં ઝાયડસ ફાઉન્ડેશન, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, રો મેંગો અને આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ (AD) સહિતના ભાગીદારોનો સહયોગ છે. BMW ઇન્ડિયા IAF EDI+IONSના પ્રેઝન્ટિંગ પાર્ટનર તરીકે જોડાયું છે. ઈન્ડિયા આર્ટ ફેર સાથે BMW ઇન્ડિયાનો સહયોગ 11મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. આ સહયોગ દ્વારા દેશમાં નવા શહેરોમાં કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Art

હૈદરાબાદ બાદ અમદાવાદમાં બીજી આવૃત્તિ

ગયા વર્ષે હૈદરાબાદમાં પ્રથમ આવૃત્તિ યોજાયા બાદ હવે IAF EDI+IONSની બીજી આવૃત્તિ અમદાવાદમાં યોજાઈ રહી છે. ઈન્ડિયા આર્ટ ફેર દ્વારા આ કાર્યક્રમના માધ્યમથી દેશના અલગ-અલગ શહેરોની સ્થાનિક આર્ટ અને ડિઝાઇન ઇકોસિસ્ટમને રાષ્ટ્રીય સ્તરે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

19 અને 20 સપ્ટેમ્બરે મુખ્ય પ્રદર્શન

IAF EDI+IONS અમદાવાદનું મુખ્ય પ્રદર્શન 19 અને 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન ધ બેરોનેટ હાઉસ (સંજય એમ.એસ. રાવલ સ્કિલ સેન્ટર) ખાતે યોજાશે. કાર્યક્રમમાં 18 અગ્રણી ગેલેરીઓ અને સહભાગીઓ જોડાશે. તેમાં અમદાવાદની 4 ગેલેરી, 2 ડિઝાઇન સહભાગીઓ અને 1 સંસ્થાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન શાહીબાગ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઈન્ડો-ગોથિક ઇમારત ધ બેરોનેટ હાઉસમાં યોજાશે. 

Art

ઈન્ડિયા આર્ટ ફેરના ડિરેક્ટરનું નિવેદન

ઈન્ડિયા આર્ટ ફેરના ફેર ડિરેક્ટર જયા અશોકને જણાવ્યું કે, હૈદરાબાદની પ્રથમ આવૃત્તિ બાદ અમદાવાદમાં IAF EDI+IONSનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ અમદાવાદનું સાંસ્કૃતિક અને કલાત્મક ક્ષેત્ર કલાકારો, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ, કારીગરો, સંગ્રહકર્તાઓ અને સંરક્ષકોના યોગદાનથી વિકસ્યું છે. આ કાર્યક્રમ દ્વારા અમદાવાદના સર્જનાત્મક સમુદાય અને દેશના અન્ય કલાકારો વચ્ચે નવા જોડાણો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

BMW ગ્રુપ ઇન્ડિયાના CEOએ શું કહ્યું?

BMW ગ્રુપ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને CEO હરદીપ સિંહ બ્રારે જણાવ્યું કે BMW ગ્રુપ ઇન્ડિયા IAF EDI+IONS અમદાવાદ સાથે જોડાઈને ખુશ છે. તેમણે કહ્યું કે અમદાવાદનો સમૃદ્ધ કલાત્મક અને સ્થાપત્ય વારસો, કારીગરી અને નવીનતાની સંસ્કૃતિ આ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે. આ સહયોગ દ્વારા આર્ટ અને ડિઝાઇન સાથે જોડાયેલા નવા સંવાદ અને વિચારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ARt

ઇરામ મોર્ડન અને આર્ચર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન

ઇરામ મોર્ડન ખાતે 'The Living Earth' નામનું પ્રદર્શન યોજાશે. તેમાં મોર્ડન માસ્ટર્સની પસંદગીની કૃતિઓ રજૂ કરવામાં આવશે. જ્યારે આર્ચર આર્ટ ગેલેરીમાં ગણેશ ગોહાઈનનું 'પરિક્રમા' નામનું સોલો પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન તેમના 60મા જન્મદિવસની ઉજવણી સાથે જોડાયેલું છે. IAF EDI+IONS અમદાવાદમાં આર્ટ ગેલેરીઓ ઉપરાંત ડિઝાઇન ક્ષેત્રના બે નામ પણ ભાગ લેશે. મુંબઈનું જ્વેલરી ડિઝાઇન સ્ટુડિયો 'સ્ટુડિયો રેન' વેરેબલ આર્ટ રજૂ કરશે. જ્યારે આશિષ શાહ પોતાની ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રેક્ટિસ રજૂ કરશે, જેમાં લાઇટિંગ, ફર્નિચર અને વસ્તુઓમાં ભારતીય કારીગરીને આધુનિક ડિઝાઇન સાથે જોડવામાં આવે છે.

https://www.instagram.com/reel/DdY2z2vguTk/?stkn=MWk4bGUyZ25rYzIxaA%3D%3D

દેશભરની ગેલેરીઓનો સમાવેશ

આ બે દિવસીય કાર્યક્રમમાં આકાર પ્રકાર, આર્ચર આર્ટ ગેલેરી, અશ્વિતાઝ, ચેટર્જી એન્ડ લાલ, એક્સપેરિમેન્ટર, ઇરામ મોર્ડન, લેટિટ્યુડ 28, નેચર મોર્તે, ફોટોઇંક, સમરા આર્ટ ગેલેરી, શ્રાઇન એમ્પાયર, થ્રેશોલ્ડ આર્ટ ગેલેરી, વઢેરા આર્ટ ગેલેરી અને ઝોકા સહિતની ગેલેરીઓ ભાગ લેશે. સમરા આર્ટ ગેલેરી અને PATI દ્વારા આઉટડોર પ્રોજેક્ટ્સ પણ રજૂ કરવામાં આવશે. IAF EDI+IONS અમદાવાદમાં BMW ઇન્ડિયા પ્રેઝન્ટિંગ પાર્ટનર તરીકે જોડાયું છે. હાઉસ ઓફ ઉમરાવ સિગ્નેચર પાર્ટનર છે. આ ઉપરાંત ઝાયડસ, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, રો મેંગો અને આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ (AD) સહિતના ભાગીદારો પણ કાર્યક્રમ સાથે જોડાયેલા છે.


દેશના આર્ટ ઇકોસિસ્ટમને જોડવાનો પ્રયાસ

શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026થી ગેલેરી વૉકથ્રુ કાર્યક્રમ શરૂ થશે. તેમાં મુલાકાતીઓને અમદાવાદની વિવિધ અગ્રણી ગેલેરીઓમાં લઈ જવામાં આવશે. IAF EDI+IONSના માધ્યમથી દેશના અલગ-અલગ શહેરોના કલાકારો, ગેલેરીઓ, સંસ્થાઓ, કલેક્શનર્સ અને સર્જનાત્મક સમુદાયોને એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની આ આવૃત્તિ દ્વારા સ્થાનિક કલાકારો અને દેશભરના સર્જકો વચ્ચે નવા આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ ઊભું થશે.

આ પણ વાંચો: પ્રખ્યાત ચિત્ર કલાકારો; બોલિવૂડે ભારતને અનેક ચિત્રકાર આપ્યા છે