અમદાવાદમાં આજથી એટલે કે 12 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આજે પતંગ મહોત્સવને લોકો માટે ખુલ્લો મુક્યો છે. ત્યારે હવે આ પતંગ મહોત્સવના સમયને હવે 17 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. શહેરના રિવરફ્રન્ટમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને લોકો મોટી સંખ્યામાં તેમાં ભાગ લે છે.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજો જોડાયા
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. PM મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવમાં જર્મનીના ચાન્સેલર પણ હાજર રહ્યા હતા. સાથે જ 50 દેશના 135 પતંગબાજો મહોત્સવમાં જોડાયા છે. દેશ-વિદેશના પતંગ રસિયાઓએ પતંગ ચગાવ્યા છે. જેના કારણે આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે.
