ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આદેશ મુજબ, એસ.કે. પટેલને GPSC ના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત લાઇવલી હૂડ મિશનમાંથી બદલી

એસ.કે. પટેલ અત્યાર સુધી ગુજરાત લાઇવલી હૂડ મિશન (Gujarat Livelihood Mission) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને સરકારે તેમને હવે જી.પી.એસ.સી. જેવી મહત્વની સંસ્થાની જવાબદારી સોંપી છે.

2021 બેચના ઉર્જાવાન અધિકારી

એસ.કે. પટેલ 2021 બેચના આઈ.એ.એસ. (IAS) અધિકારી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં વહીવટી ક્ષેત્રે તેમની સૂઝબૂઝને કારણે તેમને આ મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે. જી.પી.એસ.સી. માં સચિવ તરીકે તેમની નિમણૂંકથી ભરતી પ્રક્રિયા અને વહીવટી કામગીરીમાં વધુ વેગ આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: ડબગરવાડમાં પતંગ રસિકોની ભીડ, ભાવમાં 20% વધારા છતાં સુરતીઓમાં ભારે ઉત્સાહ