એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ કર્યાના થોડા જ સેકન્ડ બાદ જ વિમાન ક્રેશ થયું હતું. જેમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ પ્લેન દુર્ધટનામાં વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર વ્યક્તિ છે જે બચી ગયા હતા. તેઓ વિમાનની સીટ નંબર 11A પર બેઠા હતા. અકસ્માત બાદ વિશ્વાસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. તેમણે વિમાન દુર્ઘટના પર પણ પ્રતિક્રિયા આપી હતી.


નરેન્દ્ર મોદી વિશ્વાસ કુમાર રમેશને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદી વિશ્વાસ કુમાર રમેશને મળ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી. અકસ્માતમાં વિશ્વાસનો બચી જવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. એર ઈન્ડિયાનું વિમાન જે રીતે ક્રેશ થયું તે જોઈને કોઈ બચી જશે કે નહીં તે કહેવું મુશ્કેલ હતું પરંતુ વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો છે. જોકે, તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મને લાગ્યું કે હું મરી જઈશ: વિશ્વાસ

વિશ્વાસ કુમાર રમેશ કહ્યું હતું કે, મારી નજર સામે બધું બન્યું, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું તેમાંથી જીવતો કેવી રીતે બહાર આવ્યો, થોડીવાર માટે મને લાગ્યું કે હું મરી જઈશ. હું જ્યાં હતો ત્યાં બહુ ઓછી જગ્યા હતી અને તેના કારણે વિમાનમાંથી બહાર આવી શક્યો, મારો હાથ પણ દાઝ્યો.

અકસ્માતમાં માત્ર એક જ વ્યક્તિ બચ્યો

વિશ્વાસ કુમાર રમેશ બ્રિટિશ નાગરિક છે અને તે થોડા સમય માટે ભારત આવ્યો હતો. વિશ્વાસે જણાવ્યું હતું કે જ્યારે તે વિમાન દુર્ઘટના બાદ ભાનમાં આવ્યો ત્યારે ચારે બાજુ મૃતદેહો હતા. વિમાનના ઘણા ટુકડા વેરવિખેર હતા. આ જોઈને વિશ્વાસ તરત જ દોડી ગયો હતો. તેનો સીટ નંબર 11A પર હતો. તે બહાર નીકળવાની નજીક હતી. તેનો બચી જવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી.


  • Follow us on: