અમદાવાદમાં ગત ગુરૂવારે લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 270 લોકોના મોત નિપજ્યા હતાં. ત્યારે હવે ફરી અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. બપોરે 1.10 વાગ્યે ટેક ઓફ થવા જઈ રહેલી એર ઇન્ડિયાની બોઇંગ 788 ફ્લાઈટ રદ કરાઈ હતી. જેના કારણે અમદાવાદથી લંડન જઈ રહેલા યાત્રિકો અટવાયા હતાં.


ખામી સર્જાવાને કારણે ફ્લાઈટને રદ કરાઈ હતી

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પહેલા પણ એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં ખામી સર્જાવાના બનાવો સામે આવ્યા હતાં. પરંતુ આ ઘટના બાદ ફરીવાર અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની બોઇંગ 788 ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. બપોરે 1.10 વાગ્યે ટેક ઓફ થવાની હતી પરંતુ ખામી સર્જાવાને કારણે ફ્લાઈટને રદ કરાઈ હતી. જેના કારણે મુસાફરો અટવાઈ પડ્યા હતાં.

સાન ફ્રાન્સિકોથી મુંબઈ જતી ફલાઈટમાં ખામી

આ ઉપરાંત સાન ફ્રાન્સિકોથી મુંબઈ જતી ફલાઈટમાં ખામી સર્જાતા મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઘટના મંગળવારે સવારે બની હતી જ્યારે વિમાન સમયસર 12:45 વાગ્યે કોલકાતા પહોંચ્યું હતું. AI180 વિમાનના ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડું. ફલાઈટે ઉડાન ભર્યાના લગભગ 90 મિનિટ પછી પાઈલટને ટેકનિકલ સમસ્યા ધ્યાનમાં આવતા કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું.

  • Follow us on: