12 જૂનનો એ ગોજારો દિવસ અમદાવાદીઓ ક્યારેય નહી ભૂલી શકે. Air Indiaનું પ્લેન આંખના પલકારામાં અકસ્માતનો ભોગ બન્યુ જોતજોતમાં આ પ્લેનમાં સવાર એક મુસાફરને બાદ કરતા તમામના કરૂણ મોત થયા. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકોના DNA કર્યા પછી તેમના અંતિમ સંસ્કાર કરી શકાયા. આ અકસ્માતમાં પ્લેનના કેપ્ટન સુમિત સભરવાલ મોતને ભેટ્યા હતા. આ પ્લેન ટેકઓફના કેટલીક મિનીટોમાં જ સળગી ઉઠ્યુ. આજે સવારે કેપ્ટન સુમિતના નશ્વર દેહના DNA ટેસ્ટિંગ બાદ તેમના ઘરે મુંબઇ પહોંચાડાયો હતો. સુમિતના પિતાના હાલ બેહાલ છે. જે પુત્ર તેમનો સહારો હતો તેને આ રીતે અંતીંમ વિદાય આપવી પડશે તે કોણે વિચાર્યુ હોય એક બાપ તરીકે આ ઘડી કેટલી મુશ્કેલી ભરેલી હશે કલ્પના કરતા પણ ડર લાગે.
આવા તો અનેક પરિવાર છે જેમણે તેમનો ચિરાગ ગુમાવ્યો છે. આ પરિવાર કદાચ ક્યારેય આ કડવી યાદોને ભૂલી નહી શકે.
પિતાની આંખોથી અશ્રુઓ છલકાયા
કેપ્ટન સુમિત સભરવાલની અંતીમ યાત્રામાં તેમના પિતા પુષ્કરાજે તેમને અશ્રુભીની આંખે અલવીદા કહ્યુ. 60 વર્ષના પાયલટ પ્લેનમાં બીજા પાયલટ કરતા સૌથી વધારે અનુભવી હતા. તેમના પિતાજી 90 વર્ષના છે સુમિત ટુંક સમયમાં જ નિવૃત્તિ લેવાના હતા પણ કિસ્મતના લેખમાં શું લખેલુ છે તે કોઇ કેવી રીતે જાણી શકે.
અંતિમ દર્શને પહોંચ્યા પરિજન
વિમાનના કેપ્ટન સુમિત સભરવાલનો નશ્વરદેહ આજે તેમના નિવાસ સ્થાનથી મુંબઇના પવઇમાં પહોંચી ગયો છે. અહી અંતિમ દર્શન માટે નશ્વર દેહને રાખવામાં આવ્યો છે. પરિજનો તેમના પિતાને મળી તેમને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવાની શાંત્વના પાઠવી રહ્યા છે.
પડોશી પણ થયા ભાવુક
કેપ્ટન સુમિતના ઘરની પાસે રહેતા પડોશી પણ આ ઘટનાથી ખુબજ દુ:ખી છે. ઉષા કેપ્ટનના પડોશીએ ભાવુક મનથી શ્રદ્ધાંજલિ અર્પી છે. ઉષા કેપ્ટન સુમિત સાથે 37 વર્ષ સુધી Air Indiaમાં સેવા આપી ચુક્યા છે. ઉષાએ કહ્યુ કે કેપ્ટન સુમિતના ચહેરા પર હંમેશા એક મુસ્કાન રહેતી હતી. સુમિત હંમેશા બધાની સાથે હળીભળીને રહેતા હતા.