અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ છે. જેને કારણે નાસભાગ સર્જાઇ છે. આ ભાગદોડના કારણે હોબાળો સર્જાયો હતો. અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી છે. એર ઇન્ડિયાનું પ્લેન મેડિકલ કોલેજ પર પડ્યુ હતુ. અને તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની સારવાર નજીકના હૉસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ત્યારે એક નજર કરીએ કે કેમ ટેક ઓફ સમયે જ પ્લેન ક્રેશની દુર્ઘટના બનતી હોય છે. આ દુર્ઘટના માટે કયા કારણો જવાબદાર છે.
ટેક ઓફ કરવાનો સમય ક્રિટીકલ
વિમાનનો ટેક ઓફ કરવાનો સમય ક્રિટીકલ માનવામાં આવે છે. આંકડાઓ જોઇએ તો દુનિયામાં જેટલી પણ વિમાન દુર્ઘટના થઇ છે. તે ટેક ઓફ સમયે જ થઇ છે. ટેક ઓફ કર્યા બાદ પ્લેન ક્રેશની શક્યતા ઓછી થઇ છે. ટેક ઓફ સમયે પ્લેન ગ્રાઉન્ડથી વધુ ગતિ પકડે છે. આ સમયે પાયલટને રનવે, અન્જિન, વાતાવરણ અને વિમાનની સિસ્ટમ પર નજર રાખવાની હોય છે. કારણે તેના પર સૌથી વધુ દબાણ કરવામાં આવે છે.
એન્જિનનું નિષ્ફળ થવું
ટેક ઓફ સમયે એન્જિન પોતાની સૌથી વધુ ક્ષમતા પર હોય છે. તો આવા સમયે એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ શકે છે. અને ફ્યુઅલ સમસ્યા પણ સર્જાઇ શકે છે.
પાયલટની ભૂલ
પાયલટની ભૂલના કારણે પણ પ્લેન ક્રેશની દુર્ઘટના થઇ શકે છે. ખાસ કરીને જ્યારે ટેક ઓફ દરમિયાન પાયલટ પિચ એન્ગલ, સ્પીડ અને રનવે લિફ્ટ ઓફ પોઇન્ટનો ખોટ નિર્ણય લે છે. ત્યારે પ્લેન ક્રેશ થઇ શકે છે.
ખરાબ વાતાવરણ
પ્લેન ક્રેશમાં ટેક ઓફ દરમિયાન થંડરસ્ટોર્મ, ઝડપથી ફૂંકાતા પવનો, ઓછી વિઝિબિલટી વગેરે કારણો પણ જવાબદાર છે. વરસાદના કારણે મોટા ભાગની ફ્લાઇટ સમય કરતા મોડી અથવા રદ્દ કરવામાં આવે છે.
ટેક્નિકલ ખરાબી
ટેક ઓફ સમયે પ્લેન ક્રેશમાં ટેક્નિકલ ખરાબી પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક વાર વિમાનની લેન્ડિંગ ગિયર, ઓટોથ્રોટલ સિસ્ટમ પણ ફ્લાઇટ દુર્ઘટનામાં કારણભૂત હોય છે.