અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ કરેક સ્થળે શોકનો માહોલ છે. આ પ્લેન ક્રેશમાં પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ છે. DNA મેચ કરવાની પ્રક્રિયા બાદ આ મૃતદેહ પીડિત પરિવારનોને સોંપાઇ રહ્યા છે. એર ઇન્ડિયા પ્લેન આ યાત્રીઓ માટે કાળનો કોળિયો બનીને આવ્યો હતો. જેમાં મોટા ભાગના પરિવારના માળા વિખેરાઇ ગયા હતા.


DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલુ

વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલુ છે. અત્યાર સુધી કુલ 32 મૃતદેહોના DNA મેચ થયા છે. ઓળખ અને DNA મેચ થયેલા 21 મૃતદેહ પીડિત પરિવારોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદના 4, ખેડાનો 1 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. વિસનગરના 4, વડોદરાના 2 મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે. તો બોટાદ, અરવલ્લી અને ઉદેપુરના મૃતદેહ પણ પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવી છે. કુલ 272 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા.

એર ઇન્ડિયાની ફ્લાઇટ બની કાળનો કોળિયો

એર ઇન્ડિયાની ફ્લાઇટ કાળનો કોળિયો બનીને આવી હતી. જ્યાં મોટાભાગના લોકોએ પોતાના પરિવાર અને સ્વજનો ગુમાવ્યા છે. આ પ્રક્રિયામાં યાત્રીઓ સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. જેમાં મેસમાં જમતા વિદ્યાર્થીઓએ સહિત આસપાસના પ્રાણીઓ પણ મોતને ભેટ્યા છે. આ પ્રક્રિયામાં સૌથી કઠિન કામ DNA મેચ કરવાનું છે. DNA મેચ થયા બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. 

  • Follow us on: