અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એક પછી એક મોટા નેતાઓ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીના આવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પિડીતોને મળ્યા હતા, પરંતુ ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ ટવિટ મારફતે ફોટો મૂકયા છે અને કહ્યું કે, આવા સમયમાં પણ મસ્તી મજાક મજાક ?
કોંગ્રેસના ધારાસભ્ય હસી રહ્યાં છે
પ્લેન દુર્ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય પણ હસી રહ્યાં છે, ફોટામાં ધારાસભ્ય ઇમરાન ખેડવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને મલ્લિકાર્જુન ખડગે હસતા નજરે પડી રહ્યા છે જેને લઈ ભાજપના પ્રવકતાએ ટવિટ કર્યુ છે, ટવિટ કરીને કહ્યું કે, ફોટો જોઈને શું લાગે છે આ સાંત્વના પાઠવવા આવ્યા હતા કે આવા સમયમાં પણ મસ્તી મજાક મજાક કરવા આવ્યા છે ?
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બોઇંગની ટીમ તપાસમાં જોડાઈ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બોઈંગની ટીમ તપાસમાં જોડાઈ છે, પ્લેન દુર્ઘટના તપાસમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે બોઇંગની ટીમ, અને બોઈંગ 787 ડ્રીમલાઇનરની મેન્યૂફ્રેકચરર કંપની છે બોઇંગ, તો યુએસથી અમદાવાદ આવી પહોંચી બોઇંગની ટીમ, અને સમગ્ર ઘટનાની તપાસમાં રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ.