અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મેઘાણીનગરના દંપતીનું મોત થયું છે. આ દંપતી આધારકાર્ડ કઢાવવા જતા હતા તે સમયે પ્લેનનો કાટમાળ પડતા દંપતીનું મોત થયું.બનાવ સ્થળ પરથી એક્ટિવા અને આધારકાર્ડના ડોક્યુમેન્ટ મળતા પરિવારને જાણ થઈ હતી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેના પરિવારે DNA સેમ્પલ આપ્યા છે.


મૃતદેહોનો DNA ટેસ્ટ કરાયા

અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે એડિશનલ સુપરિટેન્ડેન્ટ રજનીશ પટેલે નિવેદન આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 6 મૃતદેહોના DNA પરિવારજનો સાથે મેચ થયા છે અને સિવિલ હોસ્પિટલથી બે મૃતદેહને રવાના કરવામાં આવ્યા છે. પરિવારજનોની પાસે મૃતદેહો મોકલાયા છે. DNA ટેસ્ટ બાદ જ પરિવારજનોને મૃતદેહ સોંપાયા છે.

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એર ઈન્ડિયાના આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા તેમાંથી 241 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક માત્ર વ્યક્તિ વિશ્વાસ રમેશ કુમારનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. મેઘાણીનગરમાં ક્રેશ થયેલું વિમાન BJ મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું જેમાં પણ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત હતા.


  • Follow us on: