અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનમાં સ્થળેથી બોડીના પાર્ટ મળી આવ્યા છે. NIA અને FSLને બોડી પાર્ટ મળી આવ્યા છે. DNA ચેક થયા બાદ પાર્ટ કોના તે જાહેર થશે. મદાવાદમાં 12 જૂનના રોજ મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. એક મુસાફરને બાદ કરતા બાકીના તમામ લોકોએ પોતાની જીવ ગુમાવ્યા છે. કાળને ભેટેલા યાત્રીઓમાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રુપાણી પણ મોતને ભેટ્યા હતા. તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. તેમનો મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પરિવારને મળવા માટે વિજય રુપાણી લંડન જઇ રહ્યા હતા.
ડીએનએ મેચિંગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોની ડીએનએ મેચિંગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 86 મૃતકોના ડીએનએ સેમ્પલ પરિજન સાથે મેચ થયા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહો પરિવારના લોકોને સોંપવામાં પણ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 24 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જેમાં વડોદરાના 5, ઉદેપુરનો 1, મહેસાણાના 4, અમદાવાદના 8, ખેડા, બોટાદ, જોધપુર, અરવલ્લીના 1-1, આણંદના 2 મૃતદેહ સોંપવામાં આવ્યા છે.
સ્વજનોને ગુમાવવાનો દુઃખદ માહોલ જોવા મળ્યો
પ્લેન ક્રેશની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલ ઘાયલો અને તેમના સંબંધીઓથી ઉભરાયા હતા.અહીં પોતાના સ્વજનોને ગુમાવવાનો દુઃખદ માહોલ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના કર્મીઓએ સમગ્ર આપવીતી વર્ણવી હતી. પ્લેન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ સમગ્ર કહાનીની જુબાની આપી હતી. સિવિલ સ્ટાફે જણાવ્યુ હતુ કે, તેઓ 40થી વધુ સ્ટેચરમાં દર્દીઓને લઇ જઇ રહ્યા હતા. હોસ્પિટલમાં બુમો અને ચીસો જ સંભળાતી હતી. સ્ટાફે વધુમાં કહ્યુ હતુ કે, રાત્રે ઊંઘમાં પણ એ દ્રશ્ય યાદ આવતા હતા. તો આ તરફ, પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યુ હતુ કે, આ નહીં ભુલાય એવી ઘટના છે.