અમદાવાદમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનને ટેકઓફ કર્યા પછી અકસ્માત થયો. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જે બધાના આ અકસ્માતમાં મૃત્યુ થયા છે. પ્લેન ક્રેશ બનાવના પગલે LG હોસ્પિટલમાં તમામ તૈયારી મનપા દ્વારા કરી દેવામાં આવી છે. તમામ ઇમરજન્સી વોર્ડમાં વધારાના 4 રેસીડેન્સને હાજર રહેવા સૂચના અપવામાં આવી છે. તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , દવાઓ હાજર રાખવા સૂચના આપી દેવામાં આવી છે. તમામ ડોક્ટરોને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોંપવામાં આવી છે.
LG હોસ્પિટલમાં મનપા દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી













