અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં ફ્લાઈટમાં સવાર તમામ 242 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાથી બોલીવુડમાં કંગના રૌનત, અક્ષય કુમાર સહિત અનેક સેલબ્સે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ત્યારે આ દરમિયાન બોલીવુડની અભિનેત્રી પાયલ ઘોષે પણ આ અકસ્માતમાં પોતાના નજીકના એક વ્યક્તિને ગુમાવ્યો છે. અભિનેત્રીએ પોસ્ટ કરી છે કે તેની મિત્ર પ્રીતિ ચેટર્જીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે.
પાયલ ઘોષે આપી માહિતી
પાયલ ઘોષે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી અને તેના મિત્રના નિધન અંગે માહિતી આપી અને મિત્રના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેણીએ લખ્યું હતું કે, 'રેસ્ટ ઈન પીસ પ્રીતિ. મારી સંવેદના ચેટર્જી પરિવાર સાથે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના.'

શાહરૂખ ખાને વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો.
બોલીવુડના દિગ્ગજ સેલેબ્સે અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને દુ:ખ વ્યક્ત કર્યું છે. બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અમદાવાદમાં થયેલા અકસ્માતના સમાચાર સાંભળીને મારું હૃદય દુ:ખી થયું છે. પીડિતો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત તમામ લોકો માટે મારી પ્રાર્થના.'
આ સેલેબ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું
આમિર ખાને કહ્યું હતું કે, આજે થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. આ મહાન નુકસાનની ઘડીમાં અમારી સંવેદનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. અમે આ વિનાશક ઘટનાથી પ્રભાવિત વ્યક્તિઓ, સમુદાયો અને પ્રતિભાવ આપનારાઓ સાથે એકતામાં ઉભા છીએ. ભારત મજબૂત રહે. આ સિવાય બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર, આલિયા ભટ્ટ, સની દેઓલ, અક્ષય કુમાર, દિશા પટણી, સોનુ સૂદ, રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાની શક્યતા
તમને જણાવી દઈએ કે ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી હતી. પરંતુ ટેકઓફ કર્યાના માત્ર 5 મિનિટ બાદ જ તે ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઈટમાં મુસાફરો અને ક્રૂ સહિત કુલ 242 મુસાફરો હતા અને આ અકસ્માતમાં તે બધાના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ફ્લાઈટમાં હાજર હતા જેનું પણ આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.