અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિસનગરનો પરિવાર હતો અને વિસનગરના પતિ પત્ની પ્લેનમાં હતા સવાર તો લંડન રહેતા દીકરાને મળવા માટે તેઓ જઇ રહ્યા હતા, પટેલ દશરથભાઈ અને પટેલ ડાહીબેન પ્લેનમાં સવાર હતા, પતિ-પત્ની અંગે પરિવારજનોને કોઈ સંપર્ક થયો નથી, ત્યારે આ દંપતીને લઈ પરિજનોને કોઈ માહિતી મળે તેની પરિવાર રાહ જોઈને બેઠું છે.
પ્રધાનમંત્રી મોદી મળશે અંજલિબેન રૂપાણીને
ગાંધીનગરથી અંજલિબેન સહિત પરિવારના સભ્યો અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા છે, દિલ્હી પરત ફરતી વખતે પ્રધાનમંત્રી સાથે અંજલિબેનની થશે મુલાકાત. અંજલિબેન સહિતના પરિવાજનોને પ્રધાનમંત્રી સાંત્વના આપશે. બીજી તરફ અત્યાર સુધીમાં 3 મૃતદેહ પરિવારજનોને સોંપાઈ ગયા છે, જે મૃતદેહની ઓળખ થઈ છે તે મૃતદેહ પરિવારને સોંપાયો છે.
પીએમ મોદી સિવિલ હોસ્પિટલ 15 મિનિટ રોકાયા
પીએમ નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ 15 મિનિટ રોકાયા હતા અને તેઓ ઈજાગ્રસ્તોને મળ્યા હતા, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, ભાવનગરના બે મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા છે, ગ્વાલિયરના એક પરિવારનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે, આણંદના સૌથી વધારે એટલે કે 33 લોકોના પ્લેન ક્રેશમાં મોત થયા છે.
પ્લેન ક્રેશમાં 61 વિદેશી મુસાફરો સવાર હતા
અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.