અમદાવાદમાં 12 જૂનનો દિવસ ખૂબ જ દર્દનાક હતો. મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયુ. બીજે મેડિકલની હોસ્ટેલની બિલ્ડિંગમાં આખુ પ્લેન ધસી ગયુ હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એક ભીષણ ઘટનાનો શિકાર બની. ટેક ઓફની થોડી જ મિનિટોમાં પ્લેન સંતુલન ગુમાવી બેઠુ અને મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે અથડાઇ ગયું. બોઇંગ 787 ડ્રિમ લાઇનર વિમાન હતું જેમાં 242 લોકો સવાર હતા.


આ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર મુસાફરો જ નહી પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટર પણ ચપેટમાં આવી ગયા. પ્લેન કોલજના રસોડા એટલે મેસ બિલ્ડિંગમાં અથડાયુ. અતુલ્યમ હોસ્ટેલ કે જ્યાં સિનિયર રેજિડેન્ટ ડોક્ટર્સ પણ રહેતા હતા.

કારણ-1 

હવે સવાલ એ થાય કે આવુ થયુ કેવી રીતે, એવુ તો શું થયુ કે પ્લેન અમુક સેકન્ડોમાં જ ક્રેશ થઇ ગયું. સામાન્ય રીતે પ્લેન દુર્ઘટનાનું કારણ એન્જિન ફેઇલ થયાનું હોય છે. પરંતુ આવા વિમાનમાં બે એન્જિન હોય છે જો એક એન્જિન ફેઇલ થાય તો બીજુ એન્જિન કામ કરે છે અને પ્લેન સારી રીતે કાર્ય કરે છે. આથી આ દુર્ઘટનામાં એવુ માનવુ અસંભવ છે કે આ દુર્ઘટનામાં એન્જિન ફેઇલ થયું હોય.

કારણ-2

પ્લેન દુર્ઘટનાનું એક બીજુ કારણ એ છે જેને STALL કહેવાય છે. એવો મતલબ કે વિમાન હવાથી જમીન તરફ આવવા લાગે છે કારણ કે વિંગ્સને ઉપર ઉડવા માટે પર્યાપ્ત હવા મળતી નથી. વિમાનને ટેકઓફ કરવા માટે મેક્સિમમ સ્પીડ અચીવ કરવાની હોય છે આ સ્પીડ 300 કિમી પ્રતિ કલાકની હોવી જોઇએ. જો એકવાર પ્લેન સ્પીડ પર પહોંચી ગયુ પછી પાયલટ પાસે થોભવાનો સમય હોતો નથી.હવે બની શકે કે આટલી સ્પીડ આ પ્લેનએ અચીવ કરી ન હોય. 

કારણ-3

હવે ત્રીજુ કારણ એ પણ હોઇ શકે કે, ટેક ઓફ અને લેન્ડિંગમાં પાયલટનો રોલ મહત્વનો હોય છે. એકવાર વિમાન ઉડે પછી પાયલટ ઓટો પાયલટ મોડમાં ચલાવે છે. પરંતુ ટેકઓફ અને લેન્ડિંગ વખતે પાયલટની ચપળતા અને કુશળતા કામ આવે છે. સૌથી વધારે દુર્ઘટના આ વખતે જ થતી હોય છે. આ કેસમાં એવુ પણ લાગી રહ્યું છે કે પાયલટ પ્લેનને કંટ્રોલ ન કરી શક્યો હોય. વિમાન હવામાં ઉડે છે અને અચાનક નીચેની તરફ આવવા લાગે છે. જો કે આ દુર્ઘટનાનું સાચુ કારણ શું તે તો તપાસ બાદ જ સામે આવશે.

કયુ પ્લેન હતું આ ??

  • આ બોઇંગ 787-8નું ડ્રિમલાઇનર વિમાન હતું.
  • આ ફ્લાઇટ અમદાવાદથી લંડ઼ન 9 કલાક 45 મિનિટની હતી
  • 6800 કિલોમીટરનો આખો રૂટ હતો
  • લંજનના ગૈટવિક એરપોર્ટ જવાનું હતું
  • આ પ્લેન 425 ફૂટ ઉપર ઉડ્યુ અને ક્રેશ થઇ ગયું
  • આ પ્લેનમાં ફ્યુઅલ પણ વધારે હતું
  • આ પ્લેનમાં ટોટલ ફ્યૂઅલ કેપેસિટી 1 લાખ 26 હજાર લિટરની હોય છે. લંડન જવા માટે 55 હજાર લિટર ઇંધણની જરૂર હોય છે. પરંતુ કોઇ પણ વિમાનમાં જરૂરલકરતા વધારે જ ફ્યૂઅલ હોય છે કારણ કે ઇમરજન્સીના સમયે કામ આવે.
  • ઘણીવાર તો એવુ થાય કે વિમાનને લેન્ડિંગ કરવાની પરમિશન મળતી નથી આથી વિમાને હવામાં જ સમય પસાર કરવો પડે છે. જેથી વિમાનમાં હંમેશા જરૂર કરતા વધારે જ ફ્યુઅલ હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે આ પ્લેનમાં એક લાખ લિટર ઇંધણ હતું.


  • Follow us on: