અમદાવાદ થી લંડન જતાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાયા છે. ત્યારે વડોદરાના પંચાલ દંપત્તિ પણ મોતને ભેટ્યા છે. હતભાગી પંચાલ દંપત્તિના મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. અને વડોદરા લાવવામાં આવ્યો હતો. વડોદરા ખાતે વડસર વિસ્તારમાં દંપત્તિની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ સમયે તેમના સ્વજનો અને સ્થાનિકો એકત્ર થયા હતા. અને પંચાલ દંપત્તિને શ્રદ્ધાંજલિ આપી હતી.


અમદાવાદમાં પ્લેન ક્રેશ

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ મોતનો કોળિયો બનીને આવી હતી. અને મુસાફરોને મોતને હવાલે કર્યા હતા. આ દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ યાત્રીઓ મોતને ભેટ્યા હતા. ત્યારે વડોદરામાં રહેતા પંચાલ દંપત્તિએ પણ દુનિયાને અલવિદા કહ્યુ હતુ. વડોદરાના વડસર વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ અને ઉષાબેન પંચાલનું દુર્ઘટનામાં મોત થયુ હતુ. ડીએનએ ટેસ્ટ બાદ તેમના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં રહીશો અને સ્વજનો જોડાયા હતા.

એક સાથે ઉઠી અર્થી

એક સાથે અર્થી ઉઠતા શોકનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. વડોદરાના વડસરમાં દંપત્તિના મોતથી શોકનો માહોલ સર્જાયો હતો. વડસર વિસ્તારના વ્રજભૂમિ ફ્લેટમાં રહેતા નરેન્દ્ર પંચાલ અને ઉષા પંચાલનું પ્લેન દુર્ઘટનામાં મોત થયું હતુ. દંપત્તિની અંતિમ યાત્રા દરમિયાન કરુણ દ્રશ્યો સર્જાયા હતા. 

  • Follow us on: