અમદાવાદના નારોલ વિશાલા રોડ પર પીપળજ ગામ નજીક હાઈવે નજીક આવેલી કોર્પોરેશનની ખુલ્લી ગટરમાં એક પ્રગ્નાચક્ષુ બાળકી મનીષા ખાબકી હતી.લગભગ 12 દિવસની શોધખોળ બાદ પણ બાળકીની કોઈ ભાડ મળી ન હતી.જે બાદ કોર્પોરેશને પણ શોધખોળના નામે નાટક કરી હાથ ખંખેરી નાખ્યા હતા.જોકે ત્યારબાદ પીરાણા નજીક નદીમાંથી અવશેષ મળતા ફરી બાળકીના મૃતદેહની આશા જીવંત બની હતી.સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે અવશેષોની પૃષ્ટી કરી અને અવશેષો પશુના હોવાનું સામે આવ્યું છે.બાળકી અંગેનું રહસ્ય ઘેરાયું હતું. 13 દિવસ બાદ તંત્રએ બાળકીની તપાસ પરથી હાથ ખંખેરી લીધા છે. ઘટના સ્થળ પરથી ખાડો પણ પૂરી દેવાયો છે. 

બાળકીને શોધવા માટે તંત્રએ હાથ અધ્ધર કર્યા

અમદાવાદ શહેરના પીરાણા પાસે અકસ્માતે ગટરમાં પડી ગયેલી દિવ્યાંગ બાળકીની શોધખોળ ચાલુ છે ત્યારે ફાયર બ્રિગેડને પીરાણા વિસ્તારમાંથી શંકાસ્પદ બોડી પાર્ટ્સ મળી આવ્યા હતાં.આ અવશેષો ગટરમાં પડીને ગુમ થયેલી બાળકીના હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે અવશેષોની પૃષ્ટી કરી છે અને અવશેષો પશુના હોવાના ખુલાસો થયો છે.બીજી તરફ તંત્ર દ્વારા બાળકીને શોધવા માટે હાથ અધ્ધર કરી દેવામાં આવ્યા છે. ઘટનાના 13મા દિવસે તંત્ર દ્વારા તપાસ પૂર્ણ કરી દેવાઈ છે.નદીમાંથી મળેલા અવશેષો પશુના હોવાનો ખુલાસો થયા બાદ ઘટના સ્થળ પરનો ખાડો પણ પૂરી દેવાયો છે. બાળકીને શોધવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. 

13 દિવસની તપાસ બાદ પણ બાળકી મળી શકી નથી

સતત 13 દિવસની તપાસ બાદ પણ બાળકી મળી શકી નથી. ઘટના સ્થળ પર આવેલી ખુલ્લી અને ઊંડી ગટરને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. આધુનિક ટેક્નોલોજી હોવાના દાવા કરતું તંત્ર 13મા દિવસે પણ સદંતર તપાસમાં નાપાસ થયું છે. સત્તાધિશો અને અધિકારીઓ પણ તપાસ દરમિયાન ઘટના સ્થળે જવાનું બંધ કર્યું હતું. બાળકીની શોધખોળમાં 5 એજન્સી જોડાઈ હતી. આવી ખુલ્લી ગટર માટે જવાબદાર કોણ? એવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. આવી ઘટના ફરી ન બને તેની ખાતરી કોણ આપશે? અમદાવાદને મેગાસિટી કહેનારા સત્તાધિશોની ગુલબાંગો ફૂંકાવાની કેમ બંધ થઈ ગઈ તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: પીરાણા નજીક નદીમાંથી મળેલા અવશેષો બાળકીના નહીં પણ પશુના હોવાનો ખુલાસો