અમદાવાદના નારોલ વિશાલા રોડ પર પીપળજ ગામ નજીક હાઈવે નજીક આવેલી કોર્પોરેશનની ખુલ્લી ગટરમાં એક પ્રગ્નાચક્ષુ બાળકી મનીષા ખાબકી હતી.લગભગ દિવસની શોધખોળ બાદ પણ બાળકીની કોઈ ભાડ મળી ન હતી.જે બાદ કોર્પોરેશને પણ શોધખોળના નામે નાટક કરી હાથ ખંખેરી નાખ્યા હતા.જોકે ત્યારબાદ ગઈકાલે પીરાણા નજીક નદીમાંથી અવશેષ મળતા ફરી બાળકીના મૃતદેહની આશા જીવંત બની હતી.અવશેષો ગટરમાં ગરકાવ થયેલી બાળકીના જ હોવાની આશંકા પ્રબળ બની હતી.ત્યારે હવે સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે અવશેષોની પૃષ્ટી કરી છે અને અવશેષો પશુના હોવાનું સામે આવ્યું છે.ત્યારે બાળકી અંગેનું રહસ્ય ફરી એકવાર ધેરાયું છે.

સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે અવશેષોની પૃષ્ટી કરી છે 

અમદાવાદ શહેરના પીરાણા પાસે અકસ્માતે ગટરમાં પડી ગયેલી દિવ્યાંગ બાળકીની શોધખોળ ચાલુ છે ત્યારે ફાયર બ્રિગેડને પીરાણા વિસ્તારમાંથી શંકાસ્પદ બોડી પાર્ટ્સ મળી આવ્યા છે.આ અવશેષો ગટરમાં પડીને ગુમ થયેલી બાળકીના હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.જોકે,આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી.પીરાણા વિસ્તારમાં ફાયર વિભાગને શંકાસ્પદ બોડી પાર્ટ્સ મળતાં ફાયર વિભાગના કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે.આ સાથે જ અવશેષોની ઓળખ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવાશે. હાલમાં મળી આવેલા અવશેષો ગુમ થયેલી બાળકીના છે કે અન્ય કોઈ વ્યક્તિના છે,તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નહોતી. FSLની તપાસ અને વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ જ આ અંગેની હકીકત સામે આવશે. બીજી બાજુ સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે અવશેષોની પૃષ્ટી કરી છે અને અવશેષો પશુના હોવાનું સામે આવ્યું છે.  

ઘટનાસ્થળની ગટર પૂરી દેવાતાં અનેક શંકા કુશંકાઓ

બાળકી હજુ સુધી મળી નથી ત્યાં જ ઘટનાસ્થળ પર આવેલી ખુલ્લી અને ઊંડી ગટરને તંત્ર દ્વારા માટી પૂરીને બંધ કરી દેવામાં આવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. બાળકીની શોધખોળ હજુ ચાલુ છે કે પછી તંત્રએ શોધખોળ બંધ કરીને હાથ ઊંચા કરી લીધા છે, તે અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર પૂરવાનો નિર્ણય કોણે અને કયા આધારે લીધો તે અંગે પણ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે, જેનાથી તંત્રની દાનત અને ભૂમિકા સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.

આ પણ વાંચોઃ Rajkot: આજી-ન્યારી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું પાણી, 10 નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે છે પાણીકાપ!