અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી પ્રદૂષિત પાણી આવતુ આવતુ હોવાની ફરિયાદો વ્યાપક બની રહી છે.આ પરિસ્થિતિમાં શહેરના સાત ઝોનના વિવિધ વોર્ડમાંથી હેલ્થ વિભાગ તરફથી જુન મહીનામાં લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી 79 સેમ્પલ લેબોરેટરી તપાસ પછી અનફિટ જાહેર કરવામા આવ્યા છે. અનફિટ જાહેર કરવામા આવેલા સેમ્પલ પૈકી પૂર્વઝોનમાંથી સૌથી વધુ 20 સેમ્પલ અનફિટ મળ્યા હતા. 

જગના તથા આઈસ ફેકટરીઓમાંથી પણ સેમ્પલ લેવાય છે

એક મહીના અગાઉ શહેરના ઘાટલોડીયા-ગોતા વોર્ડ ઉપરાંત શાહીબાગ વોર્ડમાં રહેતા લોકો દ્વારા પ્રદૂષિત પાણી મળતુ હોવાની ફરિયાદ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.કોર્પોરેશન તરફથી આપવામા આવતા પાણી સપ્લાયના સેમ્પલ લેવાની સાથે હેલ્થ વિભાગ દ્વારા પાણીના જગના તથા આઈસ ફેકટરીઓમાંથી પણ સેમ્પલ લેવામા આવે છે. ઉપરાંત કોર્પોરેશનની લેબોરેટરી તરફથી પણ પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામા આવી રહ્યા છે.

જૂન માસમાં મનપાના પાણીના 79 સેમ્પલ ફેલ 

જેથી લોકો સુધી પહોંચતા પાણીમાં કયાં કલોરીનની માત્રા ઓછી છે કે નથી તે સહીતના તમામ પાસા ઉપર તપાસ કરવામા આવે છે. જૂન માસમાં મનપાના પાણીના 79 સેમ્પલ ફેલ જાહેર થયા હતાં. જગથી મળતા પીવાના પાણીનું માત્ર 1 સેમ્પલ ફેલ થયું હતું. શહેરમાં સૌથી વધારે પૂર્વ ઝોનમાં પાણીના 20 સેમ્પલ ફેલ હોવાનું સામે આવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણીના 18 સેમ્પલ ફેલ, મધ્ય ઝોનમાં પાણીના 13 સેમ્પલ ફેલ, ઉત્તર ઝોનમાં પાણીના 5 સેમ્પલ ફેલ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં પાણીના 4 સેમ્પલ ફેલ, પશ્ચિમ ઝોનમાં પાણીના 2 સેમ્પલ થયા ફેલ થયા હતાં. 


આ પણ વાંચોઃ Tharadમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો: પ્રેમી યુગલની કરૂર હત્યા કરનાર પતિ સહિત 3 આરોપીઓની ધરપકડ