અમદાવાદમાં નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસને વધુ એક સફળતા મળી છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઢોરબજાર મેદાનમાંથી કોડિન ફોસ્ફેટ કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. પોલીસને મળેલી માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોહમ્મદ અસલમ ઉર્ફે મામાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી કફ સિરપની મોટી સંખ્યામાં બોટલો મળી આવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
252 સીલબંધ બોટલો કબજે કરી
પોલીસે આરોપી પાસેથી કોડિન ફોસ્ફેટ કફ સિરપની 252 સીલબંધ બોટલો કબજે કરી છે. આ જથ્થાની કુલ કિંમત રૂ. 2,96,403 હોવાનું સામે આવ્યું છે. કફ સિરપનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
