અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની જનરલ બોર્ડ બેઠકમાં સરકારી તળાવની જમીન પર દબાણનો મુદ્દો જોરશોરથી ગુંજ્યો હતો. મક્તમપુરા વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર હિતેન્દ્ર પીઠડિયાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના લાંભા વોર્ડના કાઉન્સિલર રાહુલ ભરવાડે પીપળજ ગામમાં સરકારી તળાવની 9,915 ચોરસ મીટર જમીન પર કબજો કર્યો છે. જનરલ બોર્ડમાં આ આક્ષેપો રજૂ થતા વાતાવરણ ગરમાયું હતું.
રિઝર્વ પ્લોટ અને એગ્રીકલ્ચર ઝોનમાં ગેરકાયદે બાંધકામના આક્ષેપ
હિતેન્દ્ર પીઠડિયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે AMCના 40 ટકા કપાતના રિઝર્વ પ્લોટમાં પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત, એગ્રીકલ્ચર ઝોનની 9,459 ચોરસ મીટર જમીન પર બાંધકામ ચાલુ હોવાનો દાવો કરીને તેમણે સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો હતો.
