દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 300થી વધુ વિદ્યા સહાયકોની નવી ભરતી અંતર્ગત નિમણૂક કરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જામ ખંભાળિયા ખાતે નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે શાળા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 254 જેટલી શાળાઓમાં આશરે 300 જેટલા વિદ્યા સહાયકોએ પોતાની પસંદગી અને પ્રાથમિકતા મુજબ શાળાઓ પસંદ કરી છે. શાળા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થતાં જ આજથી શાળાઓમાં શિક્ષકો હાજર થવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
શિક્ષકોની ઘટ ઘટશે અને શૈક્ષણિક કાર્યને મળશે વેગ
નવી ભરતીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન હળવો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમયથી શિક્ષકોની ઘટનો સામનો કરી રહેલી શાળાઓમાં નવા શિક્ષકોની નિમણૂક થવાથી નિયમિત વર્ગખંડ શિક્ષણ અને શૈક્ષણિક કાર્યને વેગ મળવાની આશા છે.
