અમદાવાદના કોચરબ આશ્રમ પાસે આવેલા એક સ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્પામાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
4 લોકોનું ફાયર રેસ્ક્યૂ
આગની ઘટનામાં સ્પામાં ફસાયેલા કુલ 4 લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કર્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે.
