અમદાવાદના મોટેરા વિસ્તારમાં સધી માતા રોડ પર ‘અપર કલેક્ટર’નું બોર્ડ લગાવેલી મધ્યપ્રદેશ પાસિંગની ઇનોવા કાર અને ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઇનોવા કાર પર અપર કલેક્ટરનું બોર્ડ, લાલબત્તી અને સાઇરન લગાવેલાં હોવાની વિગતો સામે આવી છે.
ઇનોવાની વિદ્યાર્થીઓની ઇકો કારને ટક્કર
મોટેરાના સધી માતા રોડ પર ઇનોવા અને વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઇકોમાં સવાર 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઇનોવા કાર પર અધિકારીનું બોર્ડ, લાલબત્તી અને સાઇરન લગાવેલાં હોવાની વિગતોને કારણે મામલો ચર્ચામાં આવ્યો છે.
સ્થાનિક લોકોએ ઇનોવામાં સવાર બે વ્યક્તિઓને રોક્યા
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઇનોવામાં સવાર 2 વ્યક્તિઓને રોકી પોલીસને જાણ કરી હતી. આ મામલે મધ્યપ્રદેશના ડેપ્યુટી કલેક્ટરનો પુત્ર હોવાનું નામ સામે આવ્યું હોવાની વિગતો પણ જાણવા મળી છે.
પોલીસ સ્ટેશન લઈ જવાયા, પરંતુ ફરિયાદ નોંધાઈ નહીં
અકસ્માત બાદ પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહોતી.
પોલીસ પર ફરિયાદ નોંધવામાં ગલ્લા-તલ્લા કરવાનો આક્ષેપ
બીજી તરફ, ભોગ બનનાર પક્ષે પોલીસ પર ફરિયાદ નોંધવામાં ગલ્લા-તલ્લા કરવાનો આક્ષેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવા છતાં ફરિયાદ કેમ નોંધવામાં આવી નહીં તેવો સવાલ ઊભો થયો છે.
અપર કલેક્ટરનું બોર્ડ અને લાલબત્તીવાળી કાર કોણ વાપરતું હતું?
ઇનોવા કાર પર અપર કલેક્ટરનું બોર્ડ, લાલબત્તી અને સાઇરનનો ઉપયોગ કોણ કરતું હતું? અકસ્માત સમયે કાર કોણ ચલાવતું હતું? મધ્યપ્રદેશના ડેપ્યુટી કલેક્ટરના પુત્રની ભૂમિકા શું હતી? આ સહિતના સવાલો ઊભા થયા છે. અકસ્માત અને ફરિયાદ નોંધાઈ ન હોવાના મામલે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો : Ahmedabad : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન: ‘નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જ ભગવાન’