અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં મનપાની કામગીરીનો વધુ એક વિચિત્ર નમૂનો સામે આવ્યો છે. અહીં બ્રિજનું બાંધકામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી, બ્રિજનો વચ્ચેનો મહત્વનો ભાગ પણ અધૂરો છે, પરંતુ જે ભાગનું કામ પૂર્ણ થયું છે ત્યાં કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધૂરા બ્રિજને અડધો ચમકાવવાની આ કામગીરીને લઈને હવે મનપાની આયોજનશક્તિ અને ખર્ચ સામે સવાલો ઊભા થયા છે.

બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ 

નરોડા પાટિયા વિસ્તારનો બ્રિજ હજુ નાગરિકોના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. એક તરફ બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ છે, જ્યારે બીજી તરફ પૂર્ણ થયેલા ભાગ પર કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે બ્રિજનું કામ પૂર્ણ થયા પહેલા જ તેને ચમકાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે.

Ahmedabad: Naroda Patiya Bridge Remains Incomplete as Painting Begins, Raising Questions Over AMC Planning and Public Money

વચ્ચેનો ભાગ અધૂરો, અડધા બ્રિજ પર કલર

બ્રિજનો મહત્વનો વચ્ચેનો ભાગ હજુ અધૂરો હોવાનું સામે આવ્યું છે. છતાં તૈયાર થયેલા ભાગને કલરથી ચમકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયા બાદ એકસાથે ફિનિશિંગ અને કલરકામ કરવામાં આવતું હોય છે, ત્યારે અહીં પહેલા કલરકામ શરૂ કરવાનું કારણ શું તેવો સવાલ ઊભો થયો છે.

ફરી કામ થશે તો કલરનો ખર્ચ કોણ ભોગવશે?

સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો અધૂરા બ્રિજનું બાંધકામ પૂર્ણ કરતી વખતે પહેલેથી કલર કરાયેલા ભાગને નુકસાન થાય તો શું ફરી કલરકામ કરવું પડશે? જો ફરી ખર્ચ કરવો પડે તો તેનો બોજો આખરે નાગરિકોના પૈસા પર જ આવશે તેવી ચર્ચા છે.

Ahmedabad: Naroda Patiya Bridge Remains Incomplete as Painting Begins, Raising Questions Over AMC Planning and Public Money

વિકાસકાર્ય પૂર્ણ કરવાની જગ્યાએ દેખાવ પર ભાર?

એક તરફ અમદાવાદમાં અધૂરા રોડ, બ્રિજ અને અન્ય વિકાસકાર્યોને લઈને નાગરિકો પરેશાન છે. બીજી તરફ નરોડા પાટિયા ખાતે બ્રિજ સંપૂર્ણ તૈયાર થાય તે પહેલા જ કલરકામ શરૂ થતાં મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? 

હવે સવાલ એ છે કે બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? કલરકામ પહેલાં બાકી રહેલું કામ પૂર્ણ કરવાની જરૂર કેમ ન સમજાઈ? અને આ કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે? આ તમામ પ્રશ્નોના જવાબની નાગરિકો રાહ જોઈ રહ્યા છે.



આ પણ વાંચો   :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video