જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવામાં આવ્યા હતાં. અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા વિસ્તારમાંથી પણ બાંગ્લાદેશીઓને તેમના દેશમાં રવાના કરાયા હતાં. તે છતાંય કેટલાક લોકો છટકીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા હતાં. ત્યારે અમદાવાદમાંથી ફરીવાર ગેરકાયદે રહેતા 10 બાંગ્લાદેશીઓ પકડાયા છે.


અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયા

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેરકાયદે રહેતા 10 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. બાકરોલથી ધોળકા જતા માર્ગ પરથી બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ લોકો મજૂરી કામ કરવા જતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 10 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતાં. આ બાંગ્લાદેશીઓ અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયા છે.

ચંડોળામાંથી બાંગ્લાદેશીઓને હાંકી કઢાયા હતા

અમદાવાદના ચંડોળામાંથી હાંકી કાઢવામાં આવેલા બાંગ્લાદેશીઓ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેવા લાગ્યા હતાં. પોલીસ દ્વારા ઘણી વખત ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતાં. નામ બદલીને રહેતી બાંગ્લાદેશી મહિલાઓ પણ ઝડપાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા હજી પણ બાંગ્લાદેશીઓને પકડવા માટેનું અભિયાન ચાલુ હોવાથી ગેકરકાયદે રહેતા લોકો પકડાઈ રહ્યાં છે.


  • Follow us on: