અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાળકની હત્યા કરનારી માતાને ગાંધીનગર કોર્ટે માતાને બે વર્ષ કેદની સજા ફટકારી છે. આ નિર્દયી માતાને કોર્ટે સજા સાથે પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઉલ્લેખનિય છે કે માતાએ નવમા માળેથી બાળકીને ફેંકી હત્યા કરી હતી


બાળકને નવમા માળેથી ફેંકી હત્યા કરી હતી

અમદાવાદના ચાંદખેડા માં બાળકની હત્યા નિપજાવનાર માતાને કોર્ટે સજા સંભળાવી છે. ગાંધીનગર કોર્ટે બાળકીને નવમાં માળેથી ફેંકી હત્યા નીપજાવનાર માતાને બે વર્ષ ની કેદ ની સજા ફટકારી છે. આ 25 વર્ષીય માતાએ પાતાના વ્હાલસોયા બાળકને નવા માળેથી ફેંકી દીધો હતો. વર્ષ ૨૦૨૩ માં માતાએ નવમાં માળેથી બાળકને ફેંકી હત્યા નીપજાવી હતી

નિર્દયી માતાને કડક સજા

ચાંદખેડામાં આ હત્યાનો બનાવ બન્યો હતો જેના પગલે ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. એક માતા પોતાના સંતાનને કેવી રીતે નવા માળેથી ફેંકી શકે તે ચર્ચા લોકોમાં ઉભી થઇ હતી. નિર્દયી માતા સામે આખરે કોર્ટે કડક સજા સંભળાવી છે મળેલી માહિતી મુજબ આ મહિલા ડિવોર્સી હતી અને બાળકનો જન્મ થઇ ગયો હતો જેથી તેણે બાળકને ફેંકી દઇને હત્યા કરી હતી. 

  • Follow us on: