મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દિવસ દરમિયાન 1063 બાંધકામ સાઈટો પર ચેકિંગ કરાયું હતું. જેમાં 207 સ્થળો પર મચ્છરના બ્રિડિંગ વધે તેવું જણાતા નોટીસ આપવામાં આવી હતી. 8 સ્થળો પર મચ્છરના બ્રિડિંગ મળી આવતા સાઈટ સીલ કરાઈ હતી. બાધંકામ સાઇટને 4.80 લાખથી વધુનો દંડ ફટકારાયો હતો.
અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું
અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. ઓક્ટોબર માસમાં ઝાડા ઉલ્ટીના 241, કમળાના 199, ટાઈફોઈડના 227, ડેન્ગ્યૂના 253 અને વાયરલ ઈન્ફેક્શનના 1200 કેસ સામે આવ્યાં છે. બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. બીજી તરફ મચ્છર જન્ય રોગચાળો પણ વકર્યો છે. જેમાં શહેરમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે.













