ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અંતર્ગત આજથી પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, વિવિધ શાળાઓમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા છે, બેગ વગર શાળાએ પહોંચેલા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ
શાળાઓમાં શિક્ષણ સિવાયની રચનાત્મક પ્રવૃત્તિમાં રસ લે માટે નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શનિવારે ‘બેગલેસ ડે’ જાહેર કરવામાં આવ્યો છે, ન્યુ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે.
શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે બાળકો
સ્કૂલ દ્વારા પણ બાળકોને વિવિધ પ્રવૃતિઓ થાય તે માટે અલગ અલગ આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં બાળકો માટે યોગા,કરાટે,ઝુમ્બા,ખોખો,આર્ટ અને ક્રાફ્ટ જેવી પ્રવૃતિઓ કરાવાઈ, ત્યારે બાળકો પણ બેગલેસ ડે ના દિવસે આનંદ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે.
બાળકો મોબાઈલથી પણ દૂર રહેશે
ગુજરાત પહેલા પણ કેટલાક રાજ્યોમાં બેગલેસ સેટરડેની શરુઆત કરી છે, આ અગાઉ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પણ ‘બેગલેસ ડે’ની સફળ અમલવારી થઈ ચૂકી છે, આ રાજ્યોના શિક્ષણ વિભાગ મુજબ, બેગલેસ ડેના પરિણામે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે રુચિ અને હાજરી દર બંનેમાં વધારો નોંધાયો છે, ત્યારે બેગલેસ સેટર્ડે ને વાલીઓ પણ ઉત્સાહ સાથે આવકારી રહ્યા છે, અને કહી રહ્યા છે કે આ પ્રવૃત્તિ થકી બાળકો મોબાઈલથી પણ દૂર રહેશે.
બેગલેસ ડેથી બાળકો તણાવ મુક્ત થાય તેવો ઉદેશ
હાલ આ નિર્ણય બાદ ચિત્રકળા, નૃત્યુ, સંગીત યોગ, કસરસતો, મેદાની રમતો સહિતની પ્રવૃતિનો સમાવેશ શાળામાં થશે, સ્કૂલોમાં બાલસભાનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી છે, બેગલેસ ડેના સેલિબ્રેશનનો ઉદેશ ન માત્ર બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવીને તમને અન્ય કલા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે પરંતુ આ સાથે બાળકો ભાણ વગરનું ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે તેવો ફણ છે, વીકએન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પણ પ્રફુલ્લિત રહેશએ અને જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રચિતે અભ્યાસ કરી શકે, બેગલેસ ડેથી બાળકો તણાવ મુક્ત થાય તેવો ઉદેશ છે.













