આ સંમ્પમાં છીપા સોસાયટી, મોહન તલાવડી, પતરાવાળી ચાલી, ધાબાવાળા ચાલી તથા જુદા જુદા વિસ્તારનું ડ્રેનેજનું પાણી અમન ઇલેક્ટ્રીક પાસે સંમ્પમાં આવે છે. આ સંમ્પના બાજુમાંથી ૯૦૦ એમ.એમ.ડાયાની ડ્રેનેજ લાઇન તાજેતરમાં ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રી-હેબની કામગીરી પુર્ણ કરવામાં આવે છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સદરહું લાઈનમાં નવુ મશીનહોલ બનાવી સમ્પનું જોડાણ કરવાની કામગીરીની જરૂરીયાત ઉભી થયેલ હોવાથી આ રસ્તા પરથી પસાર થતો ટ્રાફિક દિન-૭ માં નીચે મુજબની વિગતે ડાયવર્ટ કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
છીપા સોસાયટી ચાર સસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા તરફ આવતો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.













