અમદાવાદની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં શહેરની નટરાજ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સ્કૂલમાં ચેકિંગ દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવી હતી. જેના કારણે સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ રદ કરવામાં આવી છે. સ્કૂલમાં તપાસ દરમિયાન બાંધકામ નિયમોનુસાર નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
શિક્ષણાધિકારીએ સ્કૂલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું
અમદાવાદ શહેર શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદની નટરાજ સ્કૂલમાં અમારી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્કૂલમાં અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવી હતી. જેમાં સ્કૂલમાં નિયમ અનુસાર બાંધકામ હતું નહીં. સ્કૂલમાં ઓરડા જર્જરિત હાલતમાં હતાં. આ ઉપરાંત સ્કૂલ પાસે બીયુ પરમીશન પણ નહીં હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણાધિકારીએ સ્કૂલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.













