ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે TET-1 ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગેરલાયક ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અરજીઓના કારણે આ ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી પડી હતી, પરંતુ મહિનાઓ બાદ હાઈકોર્ટના આ નિર્ણાયક પગલાથી TET-1 ભરતીને ફરી મોટો વેગ મળ્યો છે.
10 હજાર વિદ્યાસહાયકોની થશે ભરતી
હાઈકોર્ટની લીલી ઝંડી મળતાં જ રાજ્યમાં 10 હજાર જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવાનો માર્ગ સાફ થઈ ગયો છે. આ નિર્ણયથી હજારો લાયક ઉમેદવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જોકે, આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ યોગ્ય લાયકાત કે અન્ય નિયમોના કારણે 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
