સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સતીશ મરાઠાની હત્યાના મામલે પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંકળાયેલા વધુ એક મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે 'આરકે'ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડ સાથે જ હત્યા કેસના તમામ તાર મેળવવામાં પોલીસને મોટી મદદ મળશે.
અગાઉ 4 સગીર સહિત 8 લોકોની કરાઈ હતી અટકાયત
આ ચકચારી હત્યાકાંડ બાદ પોલીસ વડાની સૂચનાથી તપાસ ધમધમાવવામાં આવી હતી. જેમાં પાંડેસરા પોલીસે અગાઉ કાયદાના સંઘર્ષમાં આવેલા 4 બાળ કિશોરો (સગીરો) સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાહુલ ઉર્ફે આરકેની અટકાયત થતાં આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યામાં વધારો થયો છે.
