ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી. કોર્ટે ટ્રાફિક મુદ્દે પોલીસને ટકોર કરતાં કહ્યું હતું કે, ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો. સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, મારો ડ્રાઈવર પકડાય તો પણ કાર્યવાહી કરો. કોઈ ઓળખાણ આપીને બચી ના જાય તેનું ધ્યાન રાખો.
કોઈ અધિકારીની ગાડી ટ્રાફિકનો ભંગ કરે તો છોડશો નહીં













