અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન શાળામાં એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા લંચના ખોરાકમાંથી કાચનો ટુકડો મળી આવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને રોષ વ્યાપી ગયો હતો. આ ઘટનાને પગલે શાળા કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વાલીઓએ શાળા સંચાલકોની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા હતા.

બોડકદેવ પોલીસ આવી એક્શનમાં, ફટકારી નોટિસ

વાલીઓ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ/અરજી કરવામાં આવ્યા બાદ બોડકદેવ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે. અન્ન સુરક્ષા અને બાળકોના સ્વાસ્થ્ય સાથે થયેલી આ ગંભીર ચેડાંની બાબતને ધ્યાનમાં રાખીને બોડકદેવ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે શાળા તંત્ર અને કેન્ટીન સાથે જોડાયેલા જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા દિશામાં પગલાં ભર્યા છે.

ટ્રસ્ટી, શિક્ષક અને કેન્ટીન સંચાલકને નિવેદન આપવા આદેશ

પોલીસે આ સમગ્ર મામલે તપાસ આગળ ધપાવતા શાળાના કેન્ટીન સંચાલક, ટ્રસ્ટી તેમજ સંબંધિત શિક્ષકને નોટિસ પાઠવી છે. આ નોટિસ મારફતે તમામ જવાબદારોને પોલીસ સ્ટેશનમાં હાજર રહી પોતાના નિવેદનો નોંધાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ નિવેદનો નોંધ્યા બાદ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો : Ahmedabad News : સરખેજમાં અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ, રહસ્યમય મોત અંગે પોલીસે શરૂ કરી તપાસ