અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા મુમતપુરા નજીકથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થળ પર રહેલા પાણી ભરાયેલા ખાબોચિયામાંથી બિનવારસી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોની નજર આ મૃતદેહ પર પડતા જ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને ખાબોચિયામાંથી બહાર કાઢીને કબજે લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળાં પણ એકઠા થઈ ગયા હતા.

મૃતકની ઓળખ અને મોતના કારણ અંગે પોલીસની કવાયત

હાલમાં પકડાયેલો મૃતક યુવક કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું છે તે અંગે સરખેજ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કરવામાં આવી છે કે પછી પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થયું છે, તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ઘાટલોડિયામાં નિકિતા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને અડફેટે લીધા