અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજની મજબૂતાઈ સામે ફરી સવાલ ઉભા થયા છે, શાસ્ત્રીબ્રિજ જર્જરિત હાલતમાં અને ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, હાથ લગાવતા જ બ્રિજ પરની દીવાલ તૂટી રહી છે અને થોડા સમય પહેલા બ્રિજનું રીપેરીંગ કરવામાં આવ્યું છે, તો રીપેરીંગ બાદ પણ બ્રિજના જોઈન્ટમાં તિરાડો નજરે પડી છે.


વિશાલા હોટલ નજીક આવેલા શાસ્ત્રીબ્રિજ પરથી દૈનિક હજારો વાહન થાય છે પસાર

અમદાવાદમાં વિશાલા હોટલ નજીક આવેલા શાસ્ત્રીબ્રિજ પરથી દૈનિક હજારો વાહન થાય છે પસાર અને ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વાહનચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે, બ્રિજને થોડા સમય પહેલા જ રીપેર કરવામાં આવ્યો હતો પરંતુ હજી બ્રિજ પર તિરાડો જોવા મળી રહી છે, વાહનચાલકોનું કહેવું છે કે, તંત્ર જવાબદાર સામે કયારે પગલા ભરશે.

રિવરફ્રન્ટને શાસ્ત્રી બ્રિજ સુધી લંબાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકશે

શહેર બહારથી આવતા ટ્રાફિકને કારણે સર્જાતી મુશ્કેલી દૂર થશે તેમજ એરપોર્ટ જવા માટેનો ટ્રાફિક રિવરફ્રન્ટના રોડ પર ડાઈવર્ટ થવાને લીધે વાહનચાલકોને વધુ સરળતા અને સુગમતા રહેશે. આ જ પ્રમાણે સાબરમતી નદીના પૂર્વ કિનારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી કબીર ફાર્મ નારોલ હાઈવે સુધી લંબાવવા માટે માગણી કરવામાં આવી છે. શહેરનો વેજલપુર, જીવરાજપાર્કનો વિસ્તાર ઊંચાણવાળો હોવાથી વેજલપુર અને મક્તમપુરા વોર્ડમાંથી સાબરમતી નદીમાં જતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાંથી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી વેજલપુર અને જીવરાજપાર્ક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને કેટલીકવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાય છે.

  • Follow us on: