અમદાવાદની લાઈફ લાઈન કહેવાતી AMTS અને BRTS બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે મહાનગર પાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવે વિદ્યાર્થીઓએ બસનો પાસ કઢાવવા માટે રાહ નહીં જોવી પડે. મહાનગર પાલિકાના પોર્ટલ પર એપ્લિકેશન કરી તેની રિસિપ્ટ મેળવી શકાશે અને તેના આધારે બસમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી શકશે.
AMTS-BRTSમાં પાસ કઢાવવા રાહ જોવી નહીં પડે
અમદાવાદ શહેરમાં સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને AMTS બસમાં મુસાફરી કરવા માટે પાસ કઢાવવો પડે છે. આ પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓને ભારે જહેમત ઉઠાવવી પડે છે. મોટી લાઈનોમાં ઉભા રહીને પાસ કઢાવતાં સમયનો પણ વેડફાટ થાય છે. ત્યારે હવે વિદ્યાર્થીઓને પાસ સરળતાથી મળી રહે તે માટે મહાનગર પાલિકા દ્વારા નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.













